8નો અંક ધરાવનાર વ્યક્તિ ધૈર્યવાન હોય છે, મોટામાં મોટું દુખ પણ તેઓ ચુપચાપ સહન કરી લે છે. એકલા રહેવું તેમને પસંદ હોય છે. જે-તે પ્રસંગોમાં પણ તેઓ અલગ તરી આવે છે. તેઓ જે પણ કાર્ય કરે છે તે સંપૂર્ણ નિષ્ઠાથી કરે છે. મિત્રતા અને દુશ્મનાવટ તેઓ ખૂબ સારી રીતે નિભાવે છે. ભૂલોમાંથી શીખ મેળવવાનો તેમનો ગુણ હોય છે. આવા જાતકોએ સફળતા મેળવવા માટે ભારે પ્રયત્નો કરવા પડે છે. ચાંપલુસી તેઓ કરતા નથી અને કોઇ કરે તે તેમને પસંદ પણ નથી. ઇમાનદાર અને કર્તવ્યપરાયણ હોવાથી તેઓ પોતાના અનેક મિત્રો અને દુશ્મનો પણ બનાવે છે.
આવા જાતકો ક્યારે ખુશ હોય છે અને ક્યારે પ્રસન્ન થાય છે તે સરળતાથી કળી શકાતું નથી. તેમનામાં આત્મવિશ્વાસ ભરપુર હોય છે. તેઓ પોતાના જીવનમાં ક્યારેય હાર નથી માનતા. તેઓ સાહસી હોય છે. તેઓ ક્યારેય કોઇને છેતરતા નથી, છેતરામણા લોકો તેમને પસંદ નથી. 3,4,5,6,8 વગેરે તેમના મિત્ર અંકો છે.
No comments:
Post a Comment